Mother's Day Quotes in Gujarati (મધર્સ ડે-ગુજરાતી ક્વોટસ)
બાળકને ઉછેરવા માટે સ્ત્રીને કેટલું બલિદાન કરવું પડે છે તે એક વાર વિચાર કરી જો જો..! મને લાગે છે કે દરેક માતા કોટિ કોટિ વંદનને પાત્ર છે.માતા ભલે સંપૂર્ણ નથી, અને આપણે બાળકો પણ સંપૂર્ણ નથી. Mother's Day-માતૃ દિવસ તમારી માતાને બરાબર તે જ સન્માન આપવા માટેનો સંપૂર્ણ દિવસ છે. તમે ખાતરી કરો કે તમારી માતાને જાણ થાય કે તમે તેના માટે કેટલું માન આપો છો. ભલે તે કાર્ડ, ભેટ, આલિંગન, અથવા ક્વોટ દ્વારા હોય. માતૃ દિવસ (મધર્સ ડે) ખરેખર 1908 માં અન્ના જાર્વિસ (વિકીપીડિયા પર વધુ) દ્વારા પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. ભારતમાં મે મહિનાના દરેક બીજા રવિવારે માતૃ દિવસ ઉજવવામાં આવે છે, પરંતુ આ આપણી પ્રાદેશિક ઘટના નથી. આ વિદેશમાં વધુ પ્રમાણમાં ઉજવાય છે. અમે અહીં મધર્સ ડે પર માતા વિષે ક્વોટસ, Mother's Day Quotes in Gujarati (મધર્સ ડે-ગુજરાતી ક્વોટસ) નું ગુજરાતીમાં કલેક્શન કરેલું છે.
ભગવાન ને એક પ્રાર્થના છે કે “માં”, તારા ચહેરા પર નું હાસ્ય કદી ઓછું ન થાય, અને જ્યાં સુધી મારા શ્વાસ અસ્તિત્વમાં રહે ત્યાં સુધી તારી છાયા રહે.
કોઈનું દિલ દુભવવાનું મને આવડ્યું નથી , કારણ કે પ્રેમ કરવાનું મેં મારી માતા પાસેથી શીખ્યું છે.
મેં કદી ભગવાન તો જોયા નથી પણ મને વિશ્વાસ છે કે તે પણ મારી “માં” જેવા જ હશે.
મારાં નસીબમાં એક પણ દુઃખ ન હોત, જો નસીબ લખવાનો હક મારી “માં” ને હોત..
જીવનમાં પહેલી શિક્ષક માતા, જીવનમાં પહેલી મિત્ર માતા. જીવન પણ માતાનું કેમકે જીંદગી આપનાર જ “માં” છે...!
મિત્રો, પોતાની માતાનાં ચરણોમાં પોતાનું આખું જીવન બલીદાન કરી દો, દુનિયામાં આ એક જ પ્રેમ છે જેમાં બેવફાઈ નથી મળતી..!!
ઉપર જેનો અંત નથી તેને આકાશ કહેવાય છે. વિશ્વમાં જેનો અંત નથી તેને “માં” કહેવાય છે.
એ દરેક ક્ષણે મેં સ્વર્ગનો અનુભવ કર્યો હતો, જયારે જયારે “માં” તેં મને ખોળા માં લઈ ને પ્રેમ કર્યો હતો.
તારાથી જ ઘર છે, તારા વગર મકાન. તારા ખોળાથી નાનું છે આ આકાશ. તેં જ આ દુનિયાને ટકાવીને રાખી છે,“માં” તને નમન...
હાર બનાવવા માટે હજારો ફૂલો જોઈએ,આરતી સજાવવા માટે હજારો દીવા જોઈએ,દરિયો બનાવવા માટે હજારો પાણીનાં ટીપાં જોઈએ,પણ “માં” એકલી જ પર્યાપ્ત છે, બાળકોની જીંદગી સ્વર્ગ બનાવવા માટે....!
“માં” તે “માં” છે. તેનો હોદ્દો સર્વોચ્ચ છે.
પોતાની આંખો બંધ થાય ત્યાં સુઘી પ્રેમ કરે તે “માં” છે, પણ આંખોમાં પ્રેમ ન દર્શાવીને પણ જે પ્રેમ કરે તેને “પિતા” કહેવાય.
જે ઘરમાં માતાની કદર નથી થતી હોતી, તે ઘરની કદી પ્રગતિ થતી નથી.
હું બઘુ જ ભૂલી શકું છું.! પણ તને નહી, “માં” તું જ મારા હાસ્યનું કારણ છે.
એ ઘરોમાં કદી ખાલીપો ન હોય, જે ઘરમાં માતા નાં ચરણો હોય છે.
માતા વિષે હું શું કહું કે લખું, જેણે મને જીવતાં શીખવાડ્યું છે.
માતા જે એક રૂપિયો સ્કૂલ જતી વખતે આપતી હતી તેની સામે આજ નાં લાખો રૂપિયા નકામાં છે.
કોઈ માતા વિનાનું ન હોય અને કોઈ માતા ઘર વિનાની ન હોય.!
કમાઈને એટલી કમાણી પણ હું “માં” ને ન આપી શક્યો જેટલા સિક્કા થી “માં” મારી નજર ઉતારતી હતી.
તારા ડબ્બાની એ બે રોટલી કદી વેચાતી નથી. “માં”, મોંઘી હોટલોમાં આજેય ભૂખ મટતી નથી.
જે છોકરાના પહેલી વાર બોલવાથી ખુશીથી ચીસો પાડી હતી એ “માં”, આજે એ જ છોકરાના એક અવાજ પર ચુપ થયી જાય છે એ “માં”..!!
હજારની નોટો થી બસ હવે જરૂરીયાત પૂરી થાય છે, મજા તો “માં”પાસે થી માંગેલા એક રૂપિયા નાં સિક્કામાં હતી.
મધર્સ ડે પર માતા વિષે ક્વોટસ/સુવિચાર પર ગુજરાતીમાં અમારું લેટેસ્ટ કલેક્શન છે.
Mother's Day Quotes in Gujarati (મધર્સ ડે-ગુજરાતી ક્વોટસ) ના સંગ્રહને વાંચવા માટે આભાર.
આશા છે કે તમને આ સંગ્રહ ગમ્યો હશે. તમારા મિત્રો, નજીકના પ્રિય જનો સાથે શેર કરવા વિનંતી…
read more...quotes about moms for Mother's Day
read more..motivational quotes in gujarati
Comments
Post a Comment