ગુજરાતી સુવિચાર, ક્વોટસ અને ચિત્રો (Gujarati Suvichar, Quotes & Images)

ગુજરાતી સુવિચાર, ક્વોટસ અને ચિત્રો (Gujarati Suvichar, Quotes & Images)

અમે અહીં કેટલાક સારા ગુજરાતી સુવિચાર, ગુજરાતી ક્વોટસ અને ગુજરાતી સુવિચારનાં ફોટાઓ / ચિત્રો એકત્રિત કર્યા છે; સફળતા, જીવન, સંબંધો, સમય ઈત્યાદી વિશે

જેની આંખ તમારા આંસુ જોઇને ભરાઈ આવે એને ક્યારેય રડાવશો નહી, કારણ કે આંસુ લુછનારા તો  બહુ મળશે, પણ તમારા આંસુ પોતાની આંખોમાં લેનારા ક્યારેય નહી મળે. - અજ્ઞાત

gujarati quotes-gujarati suvichar-ગુજરાતી સુવિચાર

કોઈ નવરાશની પળોમાં યાદ કરે તો ‘ટાઇમ પાસ’ ન સમજવો. કારણ કે કોઈ માણસ નવરાશમાં એને જ યાદ કરે છે જેની સાથે ફુરસદની પળોમાં રહેવા ઈચ્છે છે. - અજ્ઞાત

gujarati quotes-gujarati suvichar-ગુજરાતી સુવિચાર

મળેલા સમયને જ યોગ્ય બનાવો, યોગ્ય સમયની રાહ જોઈ તો આખું જીવન પણ નાનું પડશે. - અજ્ઞાત

gujarati quotes-gujarati suvichar-ગુજરાતી સુવિચાર

કોઈ દિવસ કોઈની લાગણીઓ સાથે રમશો નહી કારણ કે ત્યારે તો તમે એ રમતમાં જીતી જશો પણ પછી એ વ્યક્તિને કાયમ માટે તમારા જીવનમાંથી ખોઈ બેસશો. - અજ્ઞાત
gujarati quotes-gujarati suvichar-ગુજરાતી સુવિચાર

ક્યાંક સંબંધ બને છે, તો ક્યાંક સંબંધ તૂટે છે, પણ કેટલાંક સંબંધ હોવા છતાં પણ કંઇક ખૂટે છે!! - અજ્ઞાત

gujarati quotes-gujarati suvichar-ગુજરાતી સુવિચાર

ગેર સમજ ની એક ક્ષણ એવી હોય છે કે જે આપણે સાથે મળીને વીતાવેલી આનંદની અનેક ક્ષણો ને ભુલાવી દે છે. - અજ્ઞાત

gujarati quotes-gujarati suvichar-ગુજરાતી સુવિચાર

વૃક્ષ પરનું ફળ પરિપક્વ થયા પછી પડી જાય છે અને માણસ પડ્યા (ઠોકર વાગ્યા) પછી જ પરિપક્વ થાય છે. - અજ્ઞાત

gujarati quotes-gujarati suvichar-ગુજરાતી સુવિચાર

થાક દરેક વ્યક્તિ ને લાગે છે, કોઈકને જીંદગીથી તો કોઈક ને તેની જવાબદારીઓથી, નિભાવતાં નહી આવડે તો ચાલશે પણ, ઝઝૂમ્યા (લડાઈ) વિના તો જરાય ચાલશે નહી. - અજ્ઞાત
gujarati quotes-gujarati suvichar-ગુજરાતી સુવિચાર

જીવનમાં પ્રેમ કરનાર તો ઘણાં લોકો મળે છે, પણ આપણી લાગણીઓને સમજનાર અને આપણી ખામીઓ નો સ્વીકાર કરનાર કોઈ એક જ હોય છે. - અજ્ઞાત

અમારો ગુજરાતી સુવિચાર નો સંગ્રહને વાંચવા માટે આભાર. આશા છે કે તમને આ સંગ્રહ ગમ્યો હશે.

તમારા મિત્રો, નજીકના પ્રિય જનો સાથે શેર કરવા વિનંતી...

Read More...Gujarati Varta 

Comments