Good Morning Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર
We have collected some of the Good Morning Gujarati Suvichar, Gujarati Quotes and images ; Success, Life, Relationship, Time, Friendship, & more etc...
અમે અહીં કેટલાક સારા શુભ સવાર, સુપ્રભાત વિષે ગુજરાતી સુવિચાર, ગુજરાતી ક્વોટસ અને ગુજરાતી સુવિચારનાં ફોટાઓ / ચિત્રો એકત્રિત કર્યા છે; સફળતા, જીવન, સંબંધો, સમય ઈત્યાદી વિશે...
ઈશ્વર જો બોલતો થાય તો સૌથી પહેલો વાંધો તેના ભક્તો ને જ પડે..! મૌન મૂર્તિ ઘણાં સબંધો સાચવી ને બેઠી છે..!!
!!...શુભ સવાર...!!
કેટલુ સરળ છે ઈશ્વર 'ને' માનવું. પરંતુ, કેટલુ કઠણ છે ઈશ્વર 'નુ' માનવું...!
!!...શુભ સવાર...!!
ઈશ્વર જયારે તમારી મુશ્કેલી દુર કરે ત્યારે તમે તેની શક્તિ માં વિશ્વાસ મુકો છો, પણ જયારે તે દુર ના કરે તો સમજી લો કે એને તમારી શક્તિ પર વિશ્વાસ છે...!
!!...શુભ સવાર...!!
જયાં તકૅની સીમ પુરી થાય ત્યાં શ્રધ્ધાનો પ્રદેશ શરુ થતો હોય છે. વિજ્ઞાન પણ શ્રધ્ધા વગર ટકી ન શકે.
!!...શુભ સવાર...!!
માણસ પહોંચી વળે તે કક્ષા કરતાં, માણસ પહોંચી શકે તે કક્ષા હમેશાં ઊંચી હોય છે.
!!...શુભ સવાર...!!
કાંકરા ને રેતીમાં બદલાતા વાર નથી લાગતી, સૂર્યાસ્તને સાંજ થતાંવાર નથી લાગતી, રાગદ્વેષ કાઢી પ્રેમથી જીવન જીવીલેજો, હ્રદયને બંધ થવામાંવાર નથી લાગતી...!
!!...શુભ સવાર...!!
જીવનમાં એવું કશું જ મુશ્કેલ નથી હોતું જે આપણે વિચારવાની હિંમત ના કરી શકીએ, હકીકતમાં આપણે કશુંક જુદું જ કરવાનું વિચારવાની હિંમત નથી કરી શકતા.
!!...શુભ સવાર...!!
આપણે આપણું ભવિષ્ય નથી બદલી શકતાં પણ આપણે આપણી ‘આદતો’ બદલી શકીએ છીએ અને ચોક્કસથી એ જ આદતો આપણું ભવિષ્ય બદલી કાઢશે...
!!...શુભ સવાર...!!
ભલે તમારી ઉંચાઈ ગમે એટલી હોય, તો પણ તમે તમારી આવતીકાલ નહિ જ જોઈ શકો...
!!...શુભ સવાર...!!
આપણી બધી જ ત્રુટિઓ જાણ્યા પછી પણ આપણને અપનાવી લે એ ‘મિત્ર’. અને આપણી બધી જ બાહોશી જાણ્યા પછી બિરદાવવાને બદલે જે એને લલકારે એ ‘દુશ્મન’...!
!!...શુભ સવાર...!!
જો મારી પાસે એક રૂપિયો હોય અને તમારી પાસે પણ એક રૂપિયો હોય, તે આપણે એક બીજા સાથે બદલીએ તો બન્ને પાસે એક એક રૂપિયો જ રહે..! પરંતુ જો મારી પાસે એક સારો વિચાર છે અને તમારી પાસે પણ એક સારો વિચાર છે અને આપણે બન્ને એક બીજા સાથે વહેંચી લઈએ તો આપણી બન્ને પાસે બે-બે વિચાર થઇ જશે. બરાબર ને...! તો સારા વિચારોની આપ-લે ચાલુ રાખો અને પોતાની માનસિક મૂડી વધારતાં રહો..!
અમારો શુભ સવાર, સુપ્રભાત વિષે ગુજરાતી સુવિચાર નો સંગ્રહને વાંચવા માટે આભાર. આશા છે કે તમને આ સંગ્રહ ગમ્યો હશે.
તમારા મિત્રો, નજીકના પ્રિય જનો સાથે શેર કરવા વિનંતી…
Read More…Motivational Quotes in Gujarati
Read More…Gujarati Suvichar
Similar interest sites...Gujarati Status for Whatsapp Quotes
Comments
Post a Comment