Know Yourself - સ્વ ની ઓળખ


Know yourself - સ્વ ની ઓળખ




સ્વ ની ઓળખ


હું કોણ છું ?


હું ક્યાંથી આવ્યો છું ?




મારે ક્યાં જવાનું છે ?


હું શું કરવા આવ્યો છું ?


હું શું કરી રહ્યો છું ?


કોઈને પૂછો કે તમે કોણ છો ?


તો બધાં તરત કહેશે કે ફલાણો કે ઢીકણો  પણ કોઈને સાચે એ ખબર જ નથી કે એ કોણ છે !

એક માણસનાં મૂળભૂત સવાલો છે આ બધાં !એક મનુષ્ય તરીકે આપણી વિશેષતા શું છે તે જાણવા  માટે પોતાને મનથી , અંતરમનથી  સવાલ  થવો જોઈએ . જો સવાલ ન થાય તો આપણા અને તેમનામાં ફરક શું રહે ? પ્રાણી ઓને તેમની વિશેષતાની  ખબર છે અને તે બધા  તેમની એ  જ ખાસીયતને લીધે પ્રખ્યાત  છે.

અંતિમ  સમયે  આપણો  વીતેલો  સમય  ઈચ્છા  કરવા  છતાં કદી  પાછો લાવી  શકાશે  નહી .આપણા  બધાં  માંથી  જે  લોકોએ  પોતાની  વિશેષતા ઓ સમયસર  ઓળખી  લીધી  અને  તે જાણ્યા  પછી  પોતાની  અંદરની  સફરમાં  ખૂબ  આગળ  વધ્યા  તેઓ બધાં  આપણી  દુનિયા  માં  અલગ  તરીને  બહાર  આવ્યા છે.
ઈશ્વરે  આપેલી  મનુષ્યની  વિચાર  શક્તિ  ની  ભેટ શરીરને  મળેલ  લેબલ નામ ,રૂપ , રંગ ,જાતિ ધર્મ ,વિગેરે કહેવાની જ ખાલી જાણ હોય છે.આ શરીર ચલાવવા વાળી અને ઉર્જા આપવાવાળી આત્મા અને ઈશ્વર વિશે તો માંડ કોઈને  ખબર  હોય છે !
શરીરનાં ખોરાક અને સામાન્ય  જરૂરીયાતો વિશે બધાંને  ખબર પડે છે. એટલી તો પ્રાણી ઓ ,પક્ષી ઓને પણ ખબર પડે છે.આપણે પણ તે જ રીતે આપણી ખાસિયત ,વિશેષતા શોધવાની  જરૂર  છે .તેના માટે પોતાની  અંદર પોતાનાં  અસ્તિત્વ  અને  વિશેષતા  શોધવા  માટે  અંતર  મનમાં  અંદર  સુધી  ઉતરવાની  જરૂર છે , પણ  એવી  ખબર  પડે  તો  જ  તે  શક્ય  બને !

દુનિયામાં  અત્યારે ચાલતી , આવી  રીતે  દેખાદેખીની  આંધળી  દોડમાં  આખું  જીવન  પૂરું  થવા  આવશે  અને  પછી  પ્રશ્ન  થશે  કે  હું  આ  જીવનમાં  શું  કરવા  આવ્યો  હતો  અને  ખરેખર  શું  કરીને જીવન  પૂરું  થવા  આવ્યું !જે  વસ્તુઓ મહત્વની  નથી , તેને  મેળવવા  પાછળની  દોડમાં  બધાં  પડી  ગયા  છે .

છેલ્લાં  સમયે પોતાને  પૂછશો  કે  મેં  શું  મેળવ્યું  મારાં  આ  જીવન માં , તો ખબર  પડશે  કે  જે  દુન્યવી  ચીજ વસ્તુઓ મેળવી  લેવાની  દોડધામમાં  આપણે  પોતાની  જાતને  જ ખોઈ  બેઠા છીએ .

એક  ખાસ  વિશેષતા  છે  કે  તે  સારા  કે  ખરાબનો  ભેદ  કરી  શકે  છે .અને
બીજી  એ  કે  મનુષ્યની  પાસે એક  સતત  નવું  જાણવાની  શક્તિ , ઉત્સુકતા  છે .અને
ત્રીજી એ  કે  જે  ચીજ  અસ્તિત્વ માં  જ ન  આવી  હોય  તે પહેલાં  માનવાની  શક્તિ , વિશ્વાસ છે .આ  બધી  એવી  જબરજસ્ત  ખાસિયતો છે  કે  જેનો  ઉપયોગ  કરીને  આપણે  સ્વ  ની  ઓળખ  કરવા  માટેનાં  રસ્તા  પર ચાલી  નીકળવું  જોઈએ .



“માંહ્યલાં  એકલો  છે  તું  આ  સફરમાં , પણ  મંજીલ  પાસે  રહેતો  જ નથી  માંહ્યલાં તું !! ”







"You don't even exist at the end of the journey within when you reach the final destination."

- Nitish Mistry

self-realization-know-yourself-ગુજરાતી-સ્વ ની ઓળખ



in other words,

બીજા શબ્દો  માં કહીએ  તો , 


It's in you only, nothing is outside..!!

"બધું  જ  તારી  અંદર  છે , બહાર  કંઈ  જ  નથી  !!"

 

લેખક : નીતીશ મીસ્ત્રી

Written by: Nitish Mistry


જીવન તેને જીવવામાં છે !



Comments